મોરબી જીલ્લામાં લાંબા સમયથી વાહન ચોરીના અન ડિટેકટ થયેલા ગુના ડિટેકટ કરવા એસપી રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી આધારે મકરાણી વાસ વિસ્તાર નજીક મચ્છુ નદીના કિનારે રામ ઘાટ નજીકથી સુરેન્દ્ર નગર જિલ્લામાં નારિચાણા ગામનાં વતની ચતુરભાઈ કુકાભાઈ ભોજવીયાને ઝડપી લીધો હતો. જેની પાસેથી એક શંકાસ્પદ બાઈક મળી આવ્યું હતું જેની તલાસી લેતા બાઈકનાં કાગળ નહિ હોવાનું જણાવ્યું હતુ જેથી તેની પૂછપરછ કરતાં બાઈક ચોરીની હોવાનુ સામે આવ્યું હતું. જે બાદ તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેના પીપળી ગામ નજીક આવેલ રહેણાક મકાનમાંથી બીજા 6 બાઈક મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીએ અન્ય 6 બાઈક અન્ય લોકોને વેચી નાખ્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ બાઈક જપ્ત કરી હતી.બનાવ અંગે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.

