HomeGujaratરાત્રી સભામાં કલેકટરને થયેલી રજુઆત બાદ વનાળીયા ગામની આંગણવાડીમાં પેવર બ્લોકનું કામ...

રાત્રી સભામાં કલેકટરને થયેલી રજુઆત બાદ વનાળીયા ગામની આંગણવાડીમાં પેવર બ્લોકનું કામ પૂર્ણ થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં સુશાસનની વિભાવના સાકાર કરવા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી સભા કરવા સુચના આપવામાં આવી હતી. સૂચનાને પગલે ગત તા. 28/12/2022 ના રોજ મોરબી તાલુકાના વનાળીયા ગામે મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં વનાળીયા ગામના સરપંચ દ્વારા આંગણવાડીમાં પેવર બ્લોક નાખી આપવાની રજૂઆત કરતા જિલ્લા કલેકટર એ તાત્કાલિક આ કામોના એસ્ટીમેટ બનાવી રજૂ કરવા જણાવેલ હતુ. આ જાહેરાતના ત્રણ મહિનાની અંદર જ આંગણવાડીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવતા આંગણવાડીમાં આવતા બાળકો માટે એક સુંદર ભેટ મળી છે આમ જિલ્લા કલેકટરે સરકારના રાત્રિ સભાના ઉદેશોને પરિપૂર્ણ કરતું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW