HomeGujaratવાંકાનેર નજીક હોટલના રૂમમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

વાંકાનેર નજીક હોટલના રૂમમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

વાંકાનેર તાલુકાના રંગપર નજીક આવેલી હોટલમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ પબાભાઈ ગઢાદરા (ઉં.વ. 20) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર દ્વારકાધીશ હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW