રણજી ટ્રોફી 2022-23ના એલીટ ગ્રુપ બી નો મુકાબલો સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રની ટીમે ભારતીય સ્ટાર ખેલાડીઓથી ભરેલી મુંબઈ ટીમ ને રણજી મેચમાં 48 રન એ પરાજય આપ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ ઈનિંગમાં કપ્તાન અર્પિત વસાવડાના 75 રન અને શેલ્ડન જેકસનના 47 રનની ઈનિંગ વડે 289 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ પ્રથમ ઈનિંગમાં સૂર્ય કુમાર યાદવ ના 95 રન અને સરફરાજ ખાન ના 75 રનની મદદ વડે ફક્ત 230 રન જ બનાવી શકી હતી. જયારે બાકીના ખેલાડી પૃથ્વી શો, યશસ્વી જયસ્વાલ, મુંબઈ ટીમના કેપ્ટન અજંકીય રહાણે સહિતના ખેલાડીઓ સસ્તામાં આઉટ થઇ ગયા હતા.

જયારે સૌરાષ્ટ્રના બોલર ધર્મેન્દ્ર જાડેજાએ ચાર વિકેટ અને યુવરાજ ડોડીયાએ ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર ધર્મેન્દ્ર જાડેજાના 90 રન અને પ્રેરક માંકડના 38 રનની મદદથી 220 રન બનાવ્યા હતા અને મુંબઈની ટીમને 280 રનનું લક્ષ્ય આપ્યું હતું જેના જવાબમાં મુંબઈની ટીમ 231 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રના બોલર પાર્થ ભૂત અને યુવરાજ ડોડીયા એ ચાર-ચાર વિકેટ લીધી હતી. ધર્મેન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો