Wednesday, May 29, 2024
HomeGujaratમોરબી નો બેઠો પુલ બંધ કરાતા મુખ્ય માર્ગો પર વાહનોના થપ્પા લાગ્યા

મોરબી નો બેઠો પુલ બંધ કરાતા મુખ્ય માર્ગો પર વાહનોના થપ્પા લાગ્યા

મોરબીનો મયુર પુલ ત્રણ ગણા ટ્રાફિકથી ટૂંકો પડ્યો, રેલવે સ્ટેશન રોડ, નવલખી રોડ,વિસીફાટક વાહનોના થપ્પા લગ્યા

મોરબીના મચ્છુ ડેમના દરવાજા રિપેરીગ કરવાના હોવાથી અગામી દિવસોમાં ડેમ ખાલી કરવા પાણી છોડવાનો નિર્ણય લેવાતા આ ડેમનું બધું જ પાણી મચ્છુ નદીમાં મોરબી શહેરની મધ્યે થઈ માળિયાથી આગળ દરિયામાં જવાનું હોય હેઠવાસના ગામોને એલર્ટ કરીને મયુરપુલ નીચેના મચ્છુ નદીના કોઝવે જેવા બેઠો પુલ બંધ કરી દેવાતા છેલ્લા બે દીવસથીથી શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે નટરાજ ફાટકથી લઇ મયુરપુલ ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક રોડ, રેલ્વે સ્ટેશન રોડ, નવલખી રોડ સહિતના ટ્રાફિકજામ થયો હતો. મયુરપુલ વિશાળ હોય પણ નીચેનો પુલ બંધ થતાં આ પુલ ઉપર હજારો વાહનોનો ત્રણ ગણો ટ્રાફિક ઠલવાતા આ પુલ ટૂંકો પડ્યો હતો. આશરે પોણો કિમીનો પુલ પર દિવસભર ટ્રાફીકની ભારે અસર રહેતા કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક કિલિયર કરવામાં પોલીસને પગે રેલો આવી ગયો હતો.

મયુરપુલ ઉપર રવિવારે દિવસ દરમિયાન જામ રહ્યા બાદ સોમવારે ખુલતી બજારે આજે વહેલી સવારથી ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. બેઠો પુલ બંધ થતાં મયુરપુલ ઉપર આજે સવારથી ભયકર હદે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે જેમ જેમ દિવસ ચડતો ગયો એમ એમ વાહનોની કતારો લાંબી થઈ ગઈ અને આખા પુલની સાથે બન્ને છેડે પણ હજારો વાહનોની લાઈન લાગી ગઈ હતી. આજે રવિવાર હોય રજાનો દિવસ હોવાથી નોકરિયાત વર્ગને રજા હોય છતાં પણ મોટાભાગના લોકો ખરીદી કે કોઈને કોઈ કામ માટે તેમજ નાના મોટા ધંધાર્થીઓ અને કામદારો કામ ધંધે નીકળ્યા હપય પણ ટ્રાફિકજામમાં હજારો લોકો ફસાયા હતા. જેમાં એક શ્રમજીવી ગોપાલભાઈ સોલંકીએ કહ્યું હતું કે તેઓ પત્નીને લઈને કામ ધંધે જવા નીકળ્યા બાદ પરત આવ્યા ત્યારે તેમનું બાઇક પુલ ઉપર તો પોચાવવામાં કલાકો લાગી ગઈ છે. પુલના છેડે તેઓ ટ્રાફિકજામમાં ફસાયા હતા. પણ અમુક લોકોએ ધીરજ ગુમાવીને જ્યાંથી જગ્યા મળી ત્યાંથી બાઇક લઈને નીકળવાની કોશિશ કરતા ડબલ ગણો ટ્રાફિક તો હતો જ. એમ હવે ત્રણ ગણો ટ્રાફિક થઈ ગયો હતો.આવા અનેક લોકો કાળઝાળ ગરમીમાં રીતસર પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. થોડો દિવસ ચડતા ગરમ લુ ફેકવાથી પણ હેરાનગતિ ભોગવવી પડી હતી. જો કે બપોર પછી આ પુલ ઉપર ટ્રાફિકની સ્થિતિ સુધરી હતી. પણ સાંજે ફરીવાર હાજરો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી પોલીસ અને તંત્રે વૈકલ્પિક માર્ગ ઉપર ચાલવાની સૂચના આપી છે

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
41,683FollowersFollow
1,340SubscribersSubscribe

TRENDING NOW