HomeGujaratહળવદ શહેરમાં રામવિલા બંગલોઝમાં બે મકાનોનાં તાળાં તુટ્યા

હળવદ શહેરમાં રામવિલા બંગલોઝમાં બે મકાનોનાં તાળાં તુટ્યા

હળવદ શહેરમાં આવેલા રામવિલાસ બંગલોમાં બે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે જેમાં રોકડ રકમ સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ ચીજ વસ્તુઓ મળીને આશરે એકાદ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરોનું પગેરું મેળવવા માટે તેમજ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી હતી

આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રાણેકપર રોડ પર આવેલી રામવિલા બંગલોઝમાં બે અલગ અલગ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં નરેન્દ્રસિંહ જાડેજાના મકાનને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ તેમજ દાગીના સહિત અલગ અલગ ચીજ વસ્તુઓ મળીને આશરે એકાદ લાખની ચોરી થઈ હોવાનું પ્રાથમિક મકાન માલિક પાસેથી જાણકારી મળી હતી જ્યારે બીજા મકાનની વાત કરીએ તો એસ.જી ટાપરિયાના મકાનને નિશાન બનાવ્યું હતું. જોકે મકાન માલિક રાજકોટ રહેતા હોવાથી મકાનમાંથી કેટલી ચોરી થઈ છે તે અંગે આંકડો મળી શક્યો નથી પરંતુ પોલીસ દ્વારા બંને મકાનોમાં તપાસ શરૂ કરી જુદી જુદી દિશામાં ચોરી અંગે તપાસ હાથ ધરી હતી તો સાથે રામવિલા બંગલોઝ સોસાયટી પાસે સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાથી ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય લાગી રહ્યું છે બીજી તરફ નાઈટ પેટ્રોલીંગ રહીશોએ વધારવા માંગ કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW