હળવદ તાલુકા પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કડિયાણા ગામની સીમ વિસ્તારમાં, પાંડાતીર્થ ગામ તરફ જતાં માર્ગ પર આવેલા ક્રિકેટ મેદાનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની જાણ થતાં પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે કુલ પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. જેમાં કરશનભાઈ વાઘજીભાઈ ઉડેચા, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા તેમજ ભવાનભાઈ વિરમભાઈ સરૈયાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 57,600ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

