મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા અને પાર્વતીબેન મોતીભાઈ કાટિયા નામની મહિલાનો દીકરો પીવાના પાણીના જગ વેચાણનો વ્યવસાય કરતા હોય બે દિવસ પહેલા પાર્વતીબેનના પુત્ર જયેશભાઈની તબિયત સારી ન હોવાથી ઘરમાં સુતા હતા તે દરમિયાન પાડોશમાં રહેતા રાહુલભાઈ ખીમજીભાઈ શ્રીમાણી નામનો યુવક જોરથી બુમ બરાડા પાડી પાણીનો જગ મુકવા કેમ નથી આવતો તેમ બોલાચાલી કરી હતી જે બાદ જયેશભાઈ તેના મોટાભાઈ ઘરે ન હોય અને તેમની તબિયત બરાબર નથી થોડીવાર રાહ જોવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. જયેશભાઈને માથાના ભાગે લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી જે બાદ પાર્વતીબેને આરોપી સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

