મુખ્યમંત્રીએ કરેલ સૂચનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા તમામ ગેમિંગ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવાયા રાજકોટના કાલાવડ રોડ ખાતે આવેલા ગેમીંગ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ 26 થી વધુ લોકોના દાજી જવાથી મોત નીપજ્યા હતા તેમજ હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકાઓ સિવાય રહી છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના તમામ સ્થળોએ ચાલતા ગેમીંગ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી હતી જેને પગલે જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ શહેરમાં આવેલા થ્રીલ ચીલ, યોગાટા લેવલ અપ અને પાની ફેન વર્લ્ડ નામના ગેમીંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે તેમજ નવા આદેશ ન આવે ત્યાં સુધી તમામ ગેમીંગ ઝોન બંધ રાખવાના રહેશે તેવી પણ જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે