HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ચરાડવા ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

હળવદના ચરાડવા ગામે બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા રાજલનગર માં સમીરભાઈ અનવરભાઈ કાજેડીયા નામના આરોપીના મકાનમાંથી વિદેશી દારૂ જથ્થો ઝડપાયો,તે શખ્સની પાસેથી વ્હીસ્કી નંગ-85 મળી કુલ રૂ.-8500 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી

(2)વાંકાનેરના લાકડધાર ગામના તળાવ પાસે દારૂ સાથે મહિલા શખ્સ ઝડપાઈ

વાંકાનેરના લાકડધાર ગામના તળાવ પાસે સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી દારૂનો જથ્થો મળ્યો હતો.તે પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-220 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે મહિલા શખ્સ સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(3)મોરબીના બેલા ગામ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન રોડ પાસે દારૂના જથ્થા સાથે અકરમભાઈ અનવરભાઈ શેખ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-200 મુદામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી હતી.

(4)મોરબીના ભીમસર ગામમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબીના ભીમસર ગામમાં રહેતા વિકાસભાઈ રામવિનયભાઈ પાનતાપી એ ગઈકાલે રાત્રીના આઠ વાગ્યે કોઈ કારણોસર ભીમસર ગામની શાળામાં ઝાડ પર ફંદો લગાવી ગળેફાંસો ખાઈ લીધો હતો.ત્યાં આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો.એચ. એમ. કૈલા એ આ બનાવ અંગે ની જાણ મોરબી સીટી બી-ડિવિઝનને કરી હતી.

(5)મોરબીના મકનસર ગામે વૃદ્ધા એ ઝેરી દવા પી લેતા મોત

મોરબીના મકનસર ગામ પોતાના ઘરે વનરાજભાઈ મગનભાઈ ચાવડા એ કોઈ પણ કારણસર દવા પી લીધી હતી.તેમના પરિવાર દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ડો. આર. કે. સિંધ એ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ને જાણ કરી હતી.

(6)ટંકારાના ખજુરા હોટલ પાસે આવેલ હોજમાં ડૂબી જતા મોત નીપજ્યું

ટંકારાના ખજુરા હોટલ પાસે રાજેશસિંહ અજીતસિંહ ઝાલા એ હોજમાં નાહવા પડતા ડૂબી જતા આસપાસના લોકો દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ડો. કાનાણી એ આ બનાવ અંગેની જાણ ટંકારા પોલીસને કરી હતી.

(7)મોરબીના લીલાપાર નજીક જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના લીલાપર તિર્થક પેપર મીલની બાજુમાં અક્ષયભાઈ ચતુરભાઈ જખવાડીયા,અજયભાઈ શાંતિલાલ જખવાડીયા અને સુનીલભાઈ પ્રેમજીભાઈ કાવઠીયા ને જુગાર રમતા પોલીસે પકડી પાડ્યો હતો.તે ત્રણ શખ્સો તીન-પતીનો જુગાર રમતા હતા.તે શખ્સો પાસેથી કુલ રોકડ રકમ-960 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે ત્રણ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW