HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)હળવદની મેરુપર ગામની સીમ પાસે આવેલ કેનાલ પરથી ઇલેક્ટ્રીક મોટરની ચોરી

હળવદની મેરુપર ગામની સીમ પાસે આવેલ કેનાલ પરથી કોઈ અજાણ્યો શખ્સ ત્યાં કેનાલ મા રાખેલ 3 ઇલેક્ટ્રીક મોટરો ચોરી કરી નાસી ગયો હતો.તે શખ્સ કુલ રૂ.15000 નો મુદામાલ ચોરી કરી લઇ ગયો હતો.મહીપતસિંહ દિલીપભાઇ ખેર ને આ વાત ની જાણ થતા તેને હળવદ પોલીસ મથકમાં મોટર ચોરી અંગે ફરિયાદ નોધાવી હતી અને પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(2)મોરબીના વિસીપરા પાસે સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીના વિસીપરા ગુલાબનગર પાસે શખ્સના રહેણાંક મકાનમાં સટ્ટો રમતા રાયધન દાઉદભાઇ ઉમરભાઇ જામ ને પોલીસે પકડી લીધો હતો. તે રાયધન દાઉદભાઇ ઉમરભાઇ જામ એ રામજીભાઇ ઉર્ફે રમેશ ધનજીભાઇ કંઝારીયા સાથે ફોન દ્વારા વાતચીત કરી સટ્ટો મારતા હતા.કાલની TATA IPL ટી-20 માં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ ટીમો વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચમાં સેસનમાં રનફેર ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.રાયધન દાઉદભાઇ ઉમરભાઇ જામ પાસેથી મોબાઈલ સહીત કુલ રૂ.-31,410 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.રામજીભાઇ ઉર્ફે રમેશ ધનજીભાઇ કંઝારીયા ની હાજરી તે સ્થળે મળી હતી.આ મામલે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે બંને શખ્સો વિરુદ્ધ સટ્ટો મારવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3)મોરબીના વાવડી રોડ પાસે વિદેશી દારૂ સાથે શખ્સ પકડાયો

મોરબીના વાવડીરોડ ક્રિષ્ના પાર્ક સામે દારૂ સાથે સંજયભાઇ ભાણજીભાઇ ચાવડા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂ કુલ રૂ.-300 નો જથ્થો મળ્યો હતો.જે જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો અને તે શખ્સ વિરુદ્ધ દારૂ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4)વાંકાનેરના પંચાસીયા ગામના તળાવ પાસે દારૂ સાથે શખ્સ પકડાયો

વાંકાનેરના પંચાસીયા ગામના તળાવ નજીક જાહેરમાં દારૂ સાથે વીક્રમભાઇ મુકેશભાઇ કોંઢીયાને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-240 નો મુદામાલ પોલીસે કબ્જે તે શખ્સ વિરુદ્ધ દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5)મોરબીની ટીકે હોટલ પાસે દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી ટીકે હોટલ પાસે કુલદીપભાઇ જયંતીભાઇ ધોરીયાણી અને રૂચીત ભરતભાઇ અઘારા પટેલ ને વિદેશી દારૂ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.તે બંને શખ્સો પાસેથી કુલ રૂ.-600 મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને તે શખ્સો વિરુદ્ધ વિદેશી દારૂ વહેચવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW