HomeGujaratમોરબી પાલિકાના 40 જેટલા કાઉન્સીલર પહોચ્યા ગાંધીનગર, પાલિકા સુપરસીડ ન કરવા રજૂઆત

મોરબી પાલિકાના 40 જેટલા કાઉન્સીલર પહોચ્યા ગાંધીનગર, પાલિકા સુપરસીડ ન કરવા રજૂઆત

મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાની ઘટનામાં ઓરેવા કંપની તેમજ પાલિકાતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી સરકાર દ્વારા ૬-૬ લાખનું વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું અને જવાબદાર પર કાર્યવાહી ના નામે સિક્યુરીટી ગાર્ડ અને ટીકીટ ક્લાર્ક તેમજ ઓરેવાના મેનેજર રીપેરીંગ કરનાર એજન્સીના સંચાલક ની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો હતો જોકે આ ઘટનામાં હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવાયા બાદ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી કડક કાર્યવાહી બાબતે આદેશ કરતા જવાબદાર લોકો વિરુદ્ધની ખાતરી આપી હતી અને પાલિકા સુપરસીડ કરવા કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી પાલિકા સુપર સીડ થશે તેવો અણસાર આવી જતા પાલિકાના 40 જેટલા કાઉન્સીલર આજે ગાંધીનગર સીએમને મળવા દોડી ગયા હતા અને તેઓ આ દુર્ઘટનામાં કયાય કસુરવાર નથી, પાલિકામાં 9 મહિનાથી જનરલ બોર્ડ બોલવવામાં આવ્યું નથી જુલતા પુલ સોપવા માટે કરાયેલ કરારમાં પણ તેઓની સહી નથી આ સિવાય પાલિકાના હોદેદારો એ તેમની સહમતી પણ લીધી નથી તેઓએ કોઈ ભૂલ કરી ન હોય જેથી પાલિકા સુપર સીડ ન કરવા માંગણી કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW