HomeGujaratહળવદના પ્રતાપગઢમાં પત્નીને તેડવા આવેલા જમાઈનો સસરા પર છરી વડે જીવલેણ હુમલો,...

હળવદના પ્રતાપગઢમાં પત્નીને તેડવા આવેલા જમાઈનો સસરા પર છરી વડે જીવલેણ હુમલો, ગળાના ભાગે ગંભીર ઈજા

હળવદના પ્રતાપગઢ ગામમાં પત્નીને પરત લઈ જવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જમાઈએ પોતાના સસરા પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં સસરાને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રતાપગઢ ગામે રહેતી ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચા (ઉ.વ. 39)એ હળવદના જસમતભાઈ જગામલભાઈ કુણપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીની નણંદ ગીતાબેનના આરોપી સાથે અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા હોવા છતાં આરોપી તેને તેડવા માટે આવ્યો હતો. પરિવારજનોએ તેનો વિરોધ કરતા મામલો ગરમાયો હતો.

આક્ષેપ મુજબ, જસમતભાઈ ઉશ્કેરાઈ જઈ છરી કાઢી ફરિયાદીના સસરા લક્ષ્મણભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમણે ગળાની જમણી બાજુ છરીનો ઘા ઝીંકતા લક્ષ્મણભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ વધુ એક ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીબેને વચ્ચે પડી હુમલો અટકાવવાનો પ્રયાસ કરતાં તેમને પણ ડાબા હાથની હથેળીમાં ઈજા પહોંચી હતી. હુમલા બાદ આરોપીએ ફરિયાદી અને અન્ય લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર ઘટનાને આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW