T-20 World Cup 2024ની યજમાની સંયુક્ત રીતે યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા લેવામાં આવી છે. આગામી વિશ્વકપના ફોર્મેટમાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે. તેમાં 12 ના સ્થાને 20 ટિમો ભાગ લેશે. યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝ વિશ્વકપની યજમાની કરી રહયા છે માટે બંને ટીમો સીધી જ ટોપ 12માં સામેલ થશે. એવો જોઈએ આ ટી20 વિશ્વકપનું નવું ફોર્મેટ કેવું છે.
ક્રિકેટના ચાહકો માટે આગામી ટી 20 વિશ્વકપની ફોર્મેટ ઘણું રોમાંચક હશે. કારણ કે આ વિશ્વકપમાં કુ;લ 20 ટિમો ભાગ લઇ રહી છે. આ બધી જ ટિમો ને 4 ભાગમાં ડિવાઇડ કરવામાં આવી છે. દરેક ગ્રુપમાં 5-5 ટિમો હશે. પ્રથમ રાઉન્ડની મેચો પૂરી થયા પછી, દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો સુપર 8માં આગળ વધશે. સુપર-8માં બે ગ્રુપ બનાવવામાં આવશે અને બંને ગ્રુપમાંથી બે-બે ટીમો એટલે કે કુલ 4 ટીમો સેમીફાઈનલમાં પહોંચશે. જ્યાં બે ટીમો હાર્યા બાદ બહાર થઈ જશે અને બે ટીમો ફાઇનલમાં રમશે. આ પછી વિશ્વને એક નવો T20 ચેમ્પિયન મળશે.
આ 12 ટીમો ક્વોલિફાય થઈ છે –
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ.
નવું ફોર્મેટ આ પ્રકારનું હશે
પ્રથમ રાઉન્ડ – 5-5 ટીમોના 4 જૂથોમાં કુલ 40 મેચો રમાશે
દરેક ગ્રુપમાંથી 2-2 ટીમો આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે
સુપર-8માં 4-4 ટીમોના 2 ગ્રુપ બનાવવામાં આવશે
બંને ગ્રૂપની ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે
નોકઆઉટમાં 2 સેમી ફાઈનલ 1 ફાઈનલ મેચ હશે.
T20 વર્લ્ડ કપ 2024 સંયુક્ત રીતે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા અલગ-અલગ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. આફ્રિકાની ટીમ પણ રેન્કિંગમાં 8માં નંબર પર છે, જેથી તે સુપર 12માં પહોંચી ગઈ છે. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ ટોપ 8માં નથી, તેથી તેણે ક્વોલિફાઈંગ મેચો રમવી પડશે. આગામી સમયમાં આફ્રિકા, એશિયા અને યુરોપ માટે બે ક્વોલિફિકેશન સ્પોટ હશે. જ્યારે અમેરિકા અને પૂર્વ એશિયા પેસિફિક ક્ષેત્ર માટે એક-એક સ્થાન નક્કી કરવામાં આવ્યું છે.