HomeGujaratમોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી જરૂરી...

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી જરૂરી વસ્તુઓ અર્પણ કરી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોની પ્રણાલિકા મુજબ દરેક પ્રસંગની જેમ આજે મધર્સ ડેની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓ સાથે મધર્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મધર્સ ડે નિમિતે મોરબીના વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓએ પોતાના કળયુગી શ્રવણ સામે રોષને બદલે તેમના દિલમાં હમેશા સંતાનોનું હિત જ હૈયે વસેલું હોય એવી હ્ર્દયદ્રાવક લાગણી વ્યક્ત કરી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી ત્યારે વૃદ્ધ માતાઓએ તેમને તરછોડી દેનાર પુત્ર પ્રત્યે ફટકારને બદલે હરહમેંશ માતાઓનું હ્ર્દય સંતાનોનું ભલું જ ઇચ્છતું હોવાનું જણાવતા યંગ ઇન્ડિયા ગ્રુપને આ માતાઓ પ્રત્યે આદરની લાગણી ઉપજી હતી.આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, આ વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી સહિતની કીટ આપી ત્યારે આ માતાઓની આંખમાં અમારા પ્રત્યે પુત્ર પ્રેમ દેખાયો હતો. એમની આખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW