માળિયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામની સીમમાં આવેલ મહારાજા સોલ્ટના અગરમાંથી વાવણીયા ગામના વતની જગદિશભાઇ શંકરભાઇ પારઘી નામના 50 વર્ષના આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો આસપાસ મજુરી કામ કરતા કામદારોને તેની જાણ થતા તેઓએ પોલીસને જાણ કરતા માળિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહ પીએમ અર્થે માળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે એડી નોધ કરી આધેડના મૃત્યુનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર એમ ગરચર ચલાવી રહ્યા છે.તો બીજા એક બનાવમાં માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની હદમાં આવતા એક્જીસન્સ વીટ્રીફાઇડ કારખાનાના રૂમમા રહેતા હોય અને બીમાર રહેતા હોય અને બીમારીના કારણે તેઓનું મોત થતા મૃતદેહ મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે પી.એમ. અર્બાથે ખસેડવામાં આવ્યો હતો

