મોરબીના ઝુલતા પુલની ગોજારી દુર્ઘટનામાં 135 લોકોના ભોગ લેવાયા બાદ પોલીસે એક પણ કંપનીનું નામ લખ્યા વિના મેન્ટેનસ કરતી કંપની અને મેનેજમેન્ટ કરતી કંપની વિરુદ્ધ ફરિયાદ નોધી હતી આ ફરિયાદ બાદ ઓરેવા કંપનીના બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જયારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજી પરમાર,મનસુખ વાલજી ટોપિયા માદેવ લાખાભાઈ સોલંકી,અલ્પેશ ગલાભાઈ ગોહિલ દિલીપ ગલાભાઈ ગોહીલ અને મુકશે દલસિગ ચૌહાણને ઝડપી લીધા હતા આ પૈકી બે મેનેજર દીપક પારેખ અને દિનેશ જોશીને જયારે દેવ પ્રકાશ સોલ્યુશનના દેવાંગ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજી પરમારને શનિવારે બપોર સુધી રિમાન્ડ અર્થે પોલીસ કસ્ટડીમાં મોકલાયા હતા જયારે અન્ય આરોપી મનસુખ વાલજી ટોપિયા માદેવ લાખાભાઈ સોલંકી,અલ્પેશ ગલાભાઈ ગોહિલ દિલીપ ગલાભાઈ ગોહીલ અને મુકશે દલસિગ ચૌહાણને જેલ હવાલે કર્યા હતા.
પોલીસ રિમાન્ડમાં રહેલ બન્ને કંપનીના મેનેજરના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી વાર કોર્ટમાં જજ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસ વતી સરકારી વકીલ હરસેંદુ પંચાલ દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે હાલ આ કેસમાં પોલીસની તપાસ ચાલી રહી છે આરોપીઓ કંપનીના મેનેજર હોય તેઓએ સમય મર્યાદા પહેંલા બ્રીજ શરુ કર્યો હતો કોના કહેવાથી શરુ કર્યી તે અંગે માહિતી મળવવા ઓરેવા કંપનીના મેનેજરની હાજરી જરૂરી હોવાનું જણાવ્યુ હતું આં ઉપરાંત પોલીસ દ્વારા અગાઉ મોરબી રાજકોટ ક્લેક્ટર કચેરી તેમજ મોરબી પાલિકા કચેરીમાંથી દસ્તાવેજ મેળવવા હોય અને દસ્તાવેજ આધારે આરોપીઓને સાથે રાખી તપાસ કરાવી હોય જેથી 5 દિવસના રિમાન્ડ આપવામાં આવેસ
બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલ મુદ્દા રિપીટ થયા છે. અને પોલીસ જે જે પણ દસ્તાવેજ માગવા અને તપાસ માટેની વાત કરી છે તે સરકારી કચેરીમાંથી મેળવવાના છે. જેમાં તેમના અસીલની હાજરી જરૂરી નથી રિમાન્ડ માંગણી બિન જરૂરી છેઆ ઉપરાંત બચાવ પક્ષના વકીલ દ્વારા અગાઉના હાઈકોર્ટના આદેશનો પણ રેફરન્સ આપી પોલીસ દ્વારા માગવામાં આવેલ ફર્ધર રિમાન્ડ માગણી રદ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. બંને પક્ષની દલીલ આધારે મેજીસ્ટ્રેટ દ્વારા રિમાન્ડ માંગણી ના મંજૂર કરી હતી અને જેલ હવાલે કરવાં આદેશ આપ્યો હતો

