આપણા હિન્દુ ધર્મમાં દશેરાને એક મોટો તહેવાર માનવામાં આવે છે. નવરાત્રી પછીના દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે અને તેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. માન્યતા અનુસાત આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને ભગવાન રામ એ રાવણનો વધ કર્યો હતો. એટલા માટે દશેરાના દિવસને અધર્મ પર ધર્મની જીત તરીકે ઓળખવામાં આવે છે અને આ દિવસે રાવણનું દહન કરવામાં આવે છે.
સિવાય મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ દશેરાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. દશેરાના દિવસે કરવામાં આવતા ટોટકા, ઉપાય, દાન અને પૂજા ઝડપથી અસર દર્શાવે છે. એટલા માટે જ આજે અમે તમને જણાવીશું કે દશેરાના દિવસે કઈ 3 વસ્તુઓનું દાન કરવાનું મહત્વ છે અને એ દાનનું ગુપ્ત દાન કરવાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થાય છે.
દશેરાનો દિવસ અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે છે અને એટલા માટે જ આ દિવસે એવી વસ્તુઓ કરવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય. જણાવી દઈએ કે દશેરાના દિવસે ગુપ્ત રીતે 3 વસ્તુઓનું દાન કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. દશેરાના દિવસે ખાસ કરીને કોઈપણ મંદિરમાં નવી સાવરણીનું દાન કરવું જોઈએ અને એ દાન કરતાં સમયે મા લક્ષ્મીને સુખ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરવી જોઈએ. આ સિવાય દશેરાના દિવસે રાવણનું દહન કર્યા પછી ગુપ્ત રીતે અન્ન, પાણી અને વસ્ત્રોનું પણ દાન કરવામાં આવે છે. જણાવી દઈએ કે આમ કરવાથી મા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નથી પડવા દેતી.