આમ તો ભ્રષ્ટાચાર કરવો આજના આ યુગમાં સામાન્ય બની ગયો છે લોકોને અપૂરતી સુવિધા નબળા રોડ રસ્તા બનાવી કરોડોનું કૌભાંડ આચરતા અધિકારીઓ ને જરા પણ સરમ નહિ આવતી આવ જ કઈક બન્યું છે હળવદ થી રણમલપુર ને જોડતા 17 કિલોમીટરના રોડ ની અંદર નબળી કામગીરી કરતા અધિકારીઓને ભારે પડી ગયું હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ઓચિંતાના રોડની મુલાકાતે પોહ્ચ્યા હતા અને રોડમાં નબળી કામગીરી કરતા હોવાનું જાણવા મળતા તાત્કાલિક પંચાયત વિભાગના નાયબ કાર્યપાલ એન્જિનિયર ભૌમિક દેસાઈને ટેલીફોનિક સૂચના આપી હતી આ સાથે ધારાસભ્ય કડક અંદાજમાં કહ્યું હતું કે નબળી કામગીરી નહીં ચલાવી લેવાય અને અમે મુલાકાત લેતા રહેશું જોકે હાલ તો ધારાસભ્ય અધિકારીને ખખડાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે
મોરબી જિલ્લાના ઘણા બધા વિકાસના કામો હાલ ધમધમી રહ્યા છે પરંતુ આ વિકાસના કામોમાં કેટલીક ગુણતા છે તે જો ખરેખર તટસ્થતાથી તપાસવામાં આવે તો ઘણા બધા રોડ રસ્તા નબળી ગુણવત્તા ના જોવા મળે પરંતુ અહીં તો રામરાજ અને પ્રજા સુખી સબ ચલતા હૈ ખરેખર જો નેતાઓ ઈચ્છે અને અધિકારીઓ કામ કરે તો વિકાસને ઘણો બધો વેગ મળે અને લોકોને પ્રાથમિક સુવિધા મળતી રહે ત્યારે હવે જોવું રહ્યું આવનારા દિવસોની અંદર કેવા પ્રકારના રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધા ના કામો થશે નેતાઓ તટસ્થતાથી આવા કામોને યોગ્ય સમયે ચેક કરતા રહે અને જરૂરી સૂચના આપતા રહે જેથી કરીને પ્રાથમિક સુવિધાઓ લોકોને સારી રીતે મળી રહે
ઉલ્લેખનય છે કે રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહીત પ્રાથમિક સિવિધાના વિકાશ કામોને નેતાઓ ઓચિંતી મુલાકાત લઇ તાપસ કરતા રહે તો આવનારા દિવસોમાં મોરબી સહીત અનેક વિકાશના કામો સારી ગુણવંતા વાળા કામો થાય અને પ્રજાને પણ સારી સુવિધાઓ મળી રહે જો કે હાલ તો મોરબી જિલ્લાના નેતાઓ વિકાસના કામો લાવી રહ્યા છે અને જરૂરી ચેકીંગ હાથ ધરી અધિકારીઓને સૂચના પણ આપી રહ્યા છે ત્યારે આવી નબળી અને હલકી ગુણવંતા ના કામ કરતા અધિકારીઓ સુધરી જજો નહીંતર ક્યાંક તમે પણ ઝપટે ચડી જશો