HomeGujaratમોરબી સતવારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પુરસ્કાર યોજના, 13ઓગસ્ટ સુધી ફોર્મ...

મોરબી સતવારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પુરસ્કાર યોજના, 13ઓગસ્ટ સુધી ફોર્મ ભરવા અપીલ

મોરબી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા નવગામ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સતવારા નવગામ જ્ઞાતિ-મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા શૈક્ષણિક પુરસ્કાર અને ઇનામ માટે અરજી મંગાવવામાં આવી છે.

સમિતિના જણાવ્યા મુજબ, ધોરણ 9થી કોલેજ તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા અને વર્ષ 2025 દરમિયાન પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ આ યોજના માટે પાત્ર રહેશે. ઉપરાંત આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.

અરજી ફોર્મ મેળવવા માટે માધાપર, વજેપર, વાઘપરા, માધાપર વાડી, વજેપર વાડી, પ્લોટ વિસ્તાર તેમજ તેજસ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોનો સંપર્ક કરી શકાશે. તમામ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને 13 ઓગસ્ટ, 2025 સુધીમાં સંબંધિત વિસ્તારના કાર્યકરોને પરત સોંપવા અપીલ કરવામાં આવી છે.

સમિતિના પ્રમુખ ડૉ. લક્ષ્મણભાઈ એમ. કંઝારિયાએ પાત્ર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોત્સાહનનો લાભ મળી શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW