HomeGujaratટંકારા હરબટીયાળી પ્રાથમિક શાળામાં ‘બિસ્કિટ ખાવાની’ સ્પર્ધા, 20 બાળકોએ લીધો ભાગ

ટંકારા હરબટીયાળી પ્રાથમિક શાળામાં ‘બિસ્કિટ ખાવાની’ સ્પર્ધા, 20 બાળકોએ લીધો ભાગ

શ્રી હરબટીયાળી પ્રાથમિક શાળામાં પોષણ માસ અને ગણપતિ પર્વના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે અનોખી બિસ્કિટ ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ 20 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 6 વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થયો હતો.

સ્પર્ધામાં બાળકોને બે રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા અને ઓછા સમયમાં વધુ બિસ્કિટ ખાવાના આધારે વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે ત્રણ બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયાએ પોષણ માસ અંતર્ગત બાળકોને સમતોલ આહાર અને પોષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દેવજીભાઈ પડસુંબિયા, મહેશભાઈ વીસપરા, જયસુખભાઈ, રાજેશભાઈ વાધરિયા, દિનેશભાઈ મેંદપરા, પારૂલબેન અંબાણી અને શિલ્પાબેન દ્વારા આહાર તથા આરોગ્ય અંગે માહિતી આપવામાં આવી હતી.

બાળકોએ ઉત્સાહ અને આનંદ સાથે સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન જી.એમ. સાંચલા દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW