મોરબી એ ડીવીઝન પોલીસની ટીમને મહેન્દ્ર ડ્રાઈવ રોડ પરથી 9 વર્ષની બાળકી એકલી અટૂલી મળી આવી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે ટીમ કાઉન્સેલિંગ કરી તમામ વિગતો મેળવી હતી.પરિવારને બોલાવી પરીવાર સાથે મિલન કરાવ્યું હતું.
મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝનની મદદ માટે મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.એમ.પી.પંડ્યાની સુચના મુજબ SHE TEAM પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીમાં મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવતા તેને પો.સ્ટે.લાવી પુછપરછ કરી હતી અને મહિલા સ્ટાફ દ્વારા પ્રેમ પૂર્વક સમજાવી તેના નામ અને પરિવાર વિશે પુછપરછ કરી હતી જેમાં બાળકીએ પોતાનું નામ સોનમબેન રામભાઇ નિનામા હોવાનું મૂળ એમપીના ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના વતની હોવાનું અને તેના માતા- પિતા મોરબી ખાતે રહેતા હોય જયારે બાળકીના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેક ના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હોય જેથી ઘરેથી એકલી નીકળી ગયેલ હોય જેથી તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતા તથા દાદીને સોપી આપેલ છે. આ કામગીરીમાં પીઆઈ એમ.પી.પંડ્યા,પો.હેડ કોન્સ.પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા, મિલનકુમાર લાલજીભાઇ, મહિલા પો.કોન્સ.પૂનમબેન બેચરભાઇ,મોનાબેન કિરણસિંહ, સોનલબેન મુળજીભાઇ સહિતના જોડાયેલ હતા.

