HomeNationalવાસ્તુ શાસ્ત્રી ચંદ્રશેખર ગુરૂજીની હોટલમાં ચાકુ મારીને હત્યા

વાસ્તુ શાસ્ત્રી ચંદ્રશેખર ગુરૂજીની હોટલમાં ચાકુ મારીને હત્યા

કર્ણાટકના હુબલીના એક હોટલમાં મંગળવારે સવારે સરલ વાસ્તુ ફેમ ચંદ્રશેખર ગુરૂજીની ચાકુ મારીને હત્યા નીપજાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે. તેમાં સ્પષ્ટ રૂપે જોવા મળી રહ્યું છે કે હોટલના રિસેપ્શન ઉપર બે લોકો તેને ચાકુ મારી રહ્યાં છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, ચંદ્રશેખર ગુરૂજી શહેરના પેસિડેંટ હોટલમાં વ્યવસાયના કામે કોઈને મળવા માટે આવ્યાં હતાં. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં. પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે ઠેર ઠેર દરોડા પાડી રહ્યાં છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બાગલકોટમાં રહેનારા વાસ્તુ વિશેષજ્ઞએ એક કોન્ટ્રાક્ટરના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જો કે બાદમાં તેમને મુંબઈ નોકરી મળી ગઈ જ્યાં તેઓ વસી ગયાં હતાં. બાદમાં તેણે પોતાનો વાસ્તુ વ્યવસાય શરૂ કર્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું કે, ત્રણ દિવસ પહેલા તેના પરિવારમાં એક બાળકનું હુબલીમાં મોત નીપજ્યું હતું. તેના કારણે તે હુબલી આવ્યાં હતાં. ઘટનાની જાણકારી મળતા જ હુબલી પોલીસવડા લાભુ રામ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેણે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. પોલીસ આ કેસની તપાસમાં લાગી છે.

પોલીસ જણાવી રહી છે કે, ચંદ્રશેખર ગુરૂજી એક હોટલમાં ગયા હતા. જ્યાં રિસેપ્શન ઉપર બે લોકોએ તને ચાકુ માર્યું. જેના કારણે ત્યાં ભાગદોડ મચી હતી. ઘટનાને અંજામ આપીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયાં હતા. આ ઘટનાનો વીડિયો સોશયલ મીડિયા ઉપર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, બંને આરોપી હોટલના વેટિંગગ એરિયામાં ઉભા થઈને ચંદ્રશેખર ગુરૂજીની રાહ જોઈ રહ્યાં છે. ચંદ્રશેખર ત્યાં આવે છે અને ત્યાં રાખેલા સોફા ઉપર બેસે છે. તે બાદ એક આરોપી નજીક જઈને તેને પગે લાગે છે. તેટલામાં બીજો આરોપી ચાકુ કાઢીને તેના ઉપર હુમલો કરવાનું શરૂ કરે છે. તેવામાં બીજો આરોપી પણ પોતાની પાસે રહેલું ચાકુ બહાર કાઢે છે અને બંને મળીને તેના ઉપર હુમલો કરવાનું શરૂ કરે છે.

હોટલમાં રહેલા કેટલાક લોકો તેમને બચાવવાની કોશિશ કરે છે પરંતુ આરોપી તેમને પણ ચાકુ મારવાની ધમકી આપે છે. લોકો પીછેહટ કરતા આરોપી બીજી વખત ચંદ્રશેખર ગુરૂજી ઉપર ચાકુથી હુમલો કરવાનું શરૂ કરે છે. જ્યારે આરોપીઓને જાણ થાય છે કે ચંદ્રશેખર ગુરૂજીનું મોત થઈ ચુક્યું છે તો તે ત્યાંથી ફરાર થઈ જાય છે. તો આ ઘટનાબાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનું પણ નિવેદન આવ્યું છે. તેણે કહ્યું છે કે આ એક જધન્ય હત્યાં છે. મેં વીડિયો જોયો છે. મેં હુબલી પોલીસ કમિશનર સાથે વાત કરી છે. અત્યારે તપાસ ચાલી રહી છે. જલ્દી તેનું કારણ જાણવા મળશે. હું આવા કૃત્યોની નિંદા કરૂ છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW