HomeGujaratરાજકોટમાં 180 કેન્દ્રો ઉપર 24મીએ બિન સચિવાલયની પરીક્ષા

રાજકોટમાં 180 કેન્દ્રો ઉપર 24મીએ બિન સચિવાલયની પરીક્ષા

આગામી તા. 24 એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની વર્ગ-3ની પરીક્ષા યોજાનારી છે. જેમાં રાજકોટમાં 180 કેન્દ્રો ઉપર 51720 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારું આયોજન માટે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી.

આ પરિક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે લેવાય, તે હેતુથી સંબંધિત અધિકારીઓને કલેકટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું. રાજકોટમાં કુલ 51720 ઉમેદવાર નોંધાયા છે. અને તેના માટે કુલ 180 કેન્દ્ર છે જેમાંથી શહેરમાં જ 116 કેન્દ્ર રહેશે ત્યારબાદ ગોંડલમાં 16 અને પડધરીમાં 6 કેન્દ્ર ફાળવાયા છે.

પરીક્ષાના આયોજન માટે દરેક કેન્દ્ર પર ગૌણ સેવા પસંદગી મંડળના એક પ્રતિનિધિ અને એક તકેદારી અધિકારી હશે જ્યારે બ્લોક મુજબ એક એક સુપરવાઈઝર મૂકેલા રહેશે. પરીક્ષાનો સમય સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે અને આ માટે પેપર શનિવારે જ રાજકોટ પહોંચી જશે અને તેને લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન પણ કેન્દ્ર આસપાસ પોલીસનો પહેરો રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW