HomeGujaratમોરબીના વાલ્મિકીવાસમાં જાહેરમાં તીનપત્તીનો રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબીના વાલ્મિકીવાસમાં જાહેરમાં તીનપત્તીનો રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત જુગારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે શહેરના વાલ્મિકીવાસ વિસ્તારમાં કેટલાક લોકો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હોવાની જાણ થતાં સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી દિનેશભાઈ લાભુભાઈ વાઘેલા, શ્યામભાઈ ભુપતભાઈ સોલંકી અને સુજલભાઈ શૈલેષભાઈ ઝાલા (ત્રણેય રહે. વાલ્મિકીવાસ, મોરબી)ને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમની પાસેથી જુગારમાં વપરાતી રોકડ રકમ રૂ. 12,500 કબજે કરવામાં આવી હતી.

આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW