HomeGujaratવીજ લાઈનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ: મોરબી બાદ હવે જામનગરના લીંબુડા ગામમાં ભાજપ...

વીજ લાઈનના મુદ્દે ખેડૂતોનો આક્રોશ: મોરબી બાદ હવે જામનગરના લીંબુડા ગામમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા

મોરબી જિલ્લામાં ખેડૂતોના મુદ્દે ભાજપ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ગુજરાત ખેડૂત સત્યાગ્રહના ભાગરૂપે 6 ઓગસ્ટ 2026ના રોજ મોરબી જિલ્લા બાદ હવે જામનગર જિલ્લાના લીંબુડા ગામ પણ ભાજપ વિરોધી બેનર લગાવવામાં આવ્યા છે.

ગામના પ્રવેશદ્વાર અને જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા બેનરોમાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈન અંગે તેમની માંગણી મુજબ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારો અને નેતાઓએ આ ગામોમાં મત માગવા ન આવવાની કડક ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે, તેમની લાંબા સમયથી ચાલતી માંગણીઓનો ઉકેલ ન આવતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,580SubscribersSubscribe

TRENDING NOW