HomeGujaratવેસ્ટર્ન ડીસ્ટર્બન્સને પગલે મોરબીમાં વાતાવરણમાં પલટો, સવારથી વાદળ છવાતા ગરમીથી મળી રાહત

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને પગલે મોરબીમાં વાતાવરણમાં પલટો, સવારથી વાદળ છવાતા ગરમીથી મળી રાહત

મોરબી સહીત સૌરાષ્ટ્રભર ભરમાં માર્ચઅને એપ્રિલ મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે જનજીવનને ભારે અસર પહોચી હતી કાળઝાળ ગરમીમાં માણસની સાથે સાથે પશુ પક્ષીઓની સ્થિતિ કફોડી બની છે.કાળઝાળ ગરમીથી જનજીવનને અસર પડી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર વાસીઓ માટે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે સૌરાષ્ટ્રના વાતાવરણ પલટાયું છે.

મોરબીમાં વાતવરણમાં પલટો આવતા લોકોને કાળઝાળ ગરમી માંથી રાહત મળી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટાની પણ અસર જોવા મળી હતી અને મોરબીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મોરબીમાં વહેલી સવારથી વાદળ છાયા વાતાવરણના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રીતે રાહત મળી છે .

એક તરફ વાદળછાયા વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી છે પણ બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કમોસમી વરસાદ થાય તો ઉનાળુ પાક અને બાગાયત \પાક બન્નેમાં ખેડૂતને નુકશાન સહન કરવું પડી શકે છે જેથી ખેડૂતો હાલ વરસાદ ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW