IPL મેગા ઓક્શનમાં ખેલાડીઓ વચ્ચે ઘણી તકરાર થઈ હોવાનું જાણવા મળે છે. ભલે તે મેદાન પર હોય કે મેદાનની બહાર, પરંતુ આ વખતે હરાજીમાં એક ઉદાહરણ જોવા મળ્યું જે બે ખેલાડીઓને જોડવાનો પ્રયાસ કરશે. કૃણાલ પંડ્યા અને દીપક હુડ્ડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડખા જોવા મળ્યા હતા, જેના કારણે દીપક હુડ્ડાએ પોતાની ટીમ બરોડા છોડી દીધી હતી. કૃણાલ પંડ્યા અને દીપક હુડાને IPLની હરાજીમાં એક જ ટીમે પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
Lucknow Supergiants want Krunal and Hooda in the same team…… awkward#IPLMegaAuction2022 pic.twitter.com/2DSDNVsqXq
— AverageIndianGuy (@wasimalwez) February 12, 2022
લખનૌ સુપર જાયન્ટ્સે રૂ.8 કરોડ 25 લાખ રૂપિયાની રકમ આપીને કૃણાલ પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે દીપક હુડ્ડાને લખનૌ સુપરજાયન્ટ્સે રૂ.5 કરોડ 75 લાખમાં ખરીદ્યો છે. ટ્વિટર પર લોકોએ આ બંને ખેલાડીઓને એક જ ટીમમાં પાછા લાવવાનો શ્રેય લખનૌ ટીમના મેન્ટર ગૌતમ ગંભીરને આપ્યો છે. પણ હવે આ બંને પ્લેયર્સને લઈને ટ્વિટર પર જોરદાર રિએક્શન આવી રહ્યા છે. કોઈ યુઝર એવું કહે છે કે, યે બાત મેં ડાયજેસ્ટ નહીં કર પા રહા હું. તો કોઈએ બંનેના ફોટો સાથે તારક મહેતા કા ઊલ્ટા ચશ્માના જેઠાલાલ અને ઐય્યરનો ફોટો મર્જ કરીને ટ્વિટ કર્યો છે. માત્ર સામાન્ય યુઝર્સ જ નહીં પણ ક્રિકેટની દુનિયાના સિનિયર ખેલાડી વીરેન્દ્ર સેહવાગે પણ ટ્વિટ કર્યું છે. આ સિનિયર ખેલાડીનો કહેવાનો અર્થ એ થાય છે કે, દીપક અને કૃણાલને એક સારા સાથી બનવું પડશે. જે બરોડાથી અલગ થયા હતા હવે લખનૌમાં એક થયા છે. એક યુઝરે એવું ટ્વિટ કર્યું છે કે, રમખાણ કરાવવા છે કે શું? તો કોઈએ એવી પણ કોમેન્ટ કરી છે કે, હે ભગવાન તેરી લીલા અપરંપાર. આવી ઘણી રમૂજ કોમેન્ટથી આ ન્યૂઝ પર અનેક પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે.
Hooda and krunal in dressing room Lucknow.. Gambhir what u did.. #IPLAuction #SuperAuction #IPL2022Auction pic.twitter.com/mli4xA1JrG
— sai raghavendra (@Saismess) February 12, 2022
એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું છે કે, પંડ્યા અને દીપકના ઝઘડામાં બ્રેક મારવા માટે આ લોકોએ રૂ.14 કરોડનું કારણ કહ્યું છે.જોકે, ઘણા મિમ્સ અને કોમેન્ટ વાંચીને હસવું આવે છે તો ઘણી પોસ્ટ જોઈને એવું લાગે છે કે, બે કટ્ટરપંથીઓ ભેગા થયા હોય. જોકે, ટીમમાં ભલે બંને સાથે રહ્યા હોય પણ ઘણી વખત જોવા મળ્યું છે કે, બંનેના ઓન ફિલ્ડ દ્રષ્ટિકોણ જુદા જુદા રહ્યા છે. સૌથી વધુ રસપ્રદ તો એ છે કે, તાજેતરમાં આવેલી પુષ્પા ફિલ્મનો છેલ્લો સિન એક યુઝરે શેર કર્યો છે. જેમાં સિવિલ ડ્રેસમાં આવેલો પોલીસકર્મી ચડ્ડી પહેરી ઊભો છે અને એની સામે પુષ્પા ઊભો છે. આને ક્રિકેટ ગ્રાઉન્ડ પરના એગ્રેશનનું ફિલ્મી રીએક્શન પણ કહી શકાય.

