કેનેડામાં માર્યા ગયેલા ગુજરાતીની ઘટનાની નોંધ લઈને પૂર્વ મંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા જેવા દેશમાં જવા લાખો લોકો પ્રયત્નો કરે છે. આપણા યુવાનો મોટા પ્રમાણમા અમેરિકા કેનેડા જવા પ્રયાસ કરે છે. પરંતુ કેટલાક લોકો ટુંકો રસ્તો શોધી ગેરકાયદેસર જવાનો પ્રયાસ કરે છે. સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદેસર વિદેશમાં રહે છે. ગેરકાયદેસર હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે. લોકોએ કાયદેસર રીતે જવુ જોઇએ, જેથી આવી ઘટના નિવારી શકાય.
અમદાવાદ ખાતે સરદારધામમા નવનિર્મિત ઈ-લાઈબ્રેરીનું ઉદ્ઘાટન પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ આવ્યા હતા. એ સમયે તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કરીને પોતાનો મત વ્યક્ત કર્યો છે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે, મીડિયાના માધ્યમથી કલોલના ધિંગુચાના એક પરિવારના 4 લોકો કેનેડાથી અમેરિકા જવાનો પ્રયત્ન કર્તા હતા તેમના મોત થયા છે તે જાણવા મળ્યુ. ગઈ કાલ રાતથી સતત અમે સંપર્ક કરી રહ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય પર પણ વિગતો મેળવી છે. અત્યારે જે માહિતી છે તે સંભવીત માહિતી છે. ચોકક્સ નામ રેકોર્ડ પર નથી આવ્યા.

પરિવાર થોડા દિવસ આગાઉ કલોલ ગ્રીનસિટી ખાતે રહેવા આવ્યો હતો. હાલ પરિવાર ના 4 લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી છે. અહીંયા લોકોના નોકરી ધંધા મર્યાદિત છે. ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી.

