મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો છે એક જ દિવસમાં 3600 સૌથી વધારે કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જ્યારે દિલ્હીમાં 1300 સૌથી વધારે કેસ કોરોના નોંધાયા છે. મહારાષ્ટ્રના મહાનગર પુણે પાસે આવેલા પિંપરી ચિંચવડમાંથી ઓમિક્રોંનને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વ્યક્તિ નાઇજીરીયાથી મુંબઈ આવ્યો હતો ત્યારબાદ પુણે ગયો હતો. એ સમયે એમનો ઓમિક્રોંન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોંનને લીધે મોત થયું હોય એવો પહેલો કેસ અહી નોંધાયો છે.
પિંપરી ની સરકારી હોસ્પિટલમાં દર્દી ની ટ્રીટમેન્ટ ચાલુ હતી જેમાં ગુરુવારે એને હ્દય હુમલો આવતા મૃત્યુ થયું છે. દેશના આઠ રાજ્યોમાં કોરોના અને નવા વેરિઅંટ ના કેસ વધ્યા છે. સરકારે આ સ્થિતિને ધ્યાને લઇ સમીકરણ એલર્ટ જાહેર કર્યું છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ ગુજરાત દિલ્હી હરિયાણા તમિલનાડુ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કર્ણાટક અને ઝારખંડના આરોગ્ય સચિવ આ વિશે પત્ર લખ્યો છે. આ સાથે ખાસ તકેદારીના પગલાં લેવા માટે આદેશ આપ્યા છે. હોસ્પિટલમાં તૈયારીઓ કરવા વેક્સિનેશન વધારવા અને લોકોને એલર્ટ કરવા માટે ખાસ પ્લાન બનાવવામાં આવ્યા છે. દેશના 24 રાજ્યોમાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. 320 નવા વેરિએન્ટ ના દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નવા વેરિયટના સૌથી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં તારીખ 7 જાન્યુઆરી સુધી 144ની કલમ લાગુ રહેશે. મહારાષ્ટ્ર અને દિલ્હી જેવાં રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતિથી વધી રહી છેપંજાબમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો, સ્પેનથી પરત ફરેલી વ્યક્તિ પોઝિટિવ મળી હતી.
કોરોનાની બીજી લહેરમાં અનેક પરેશાનીઓનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવખત સંક્રમણ ઝડપથી ફેલાવવા લાગ્યું છે. સૌથી વધુ ચિંતા મુંબઈમાં નવા કેસની સ્પીડને લઈને છે.મુંબઈમાં ગુરૂવારે કોરોનાના 3,671 નવા કેસ નોંધાયા છે. અહીં હાલ 11,360 એક્ટિવ કેસ છે. તો એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં 18 મે પછી સૌથી વધુ 20 કેસ મળી આવ્યા છે. કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજસ્થાનમાં પણ કોરોનાના વધતા કેસોને પગલે નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 115 નમૂનામાંથી 46 ટકામાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક પછી એક કલાકાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. કરીના કપૂર અને અમૃતા અરોરાના સ્વસ્થ થયા બાદ હવે નોરા ફતેહી કોરોના સંક્રમિત થઇ છે. નોરાના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે નોરા હાલમાં ક્વોરન્ટાઇન છે અને ડોક્ટરોની દેખરેખમાં છે.

