નવી દિલ્હી, શુક્રવાર
ફ્રાંસના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ શુક્રવારે કહ્યું છે કે તેમનો દેશ ભારતને જરૂરિયાત પડવા પર વધુ રફાલ યુદ્ધવિમાનો આપવા માટે તૈયાર છે. તેમણે તેની સાથે કહ્યું છે કે એક જ પ્રકારના વિમાન રણનીતિક ભાગીદારી દ્વારા ઉપયોગ કરવા તેમના સંબંધોને વાસ્તવિક પરિસંપત્તિ અને મજબૂતાયને દર્શાવે છે. ભારતની યાત્રા પર આવેલા પાર્લેએ આ ટીપ્પણી ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે વિગતવાર મુદ્દાઓ પર થયેલી વાટાઘાટો પહેલા થિંક ટેન્કમાં જણાવી છે.
ફ્રાંસના દૂતાવાસે ગુરુવારે જાણકારી આપી હતી કે કોરોનાની મહામારી છતાં ભારતને નિર્ધારીત સમય પર 33 રફાલ યુદ્ધવિમાનો પુરાં પાડવામાં આવ્યા છે. ભારતે સપ્ટેમ્બર-2016માં ફ્રાંસની સાથે લગભગ 59 હજાર કરોડ રૂપિયામાં 36 રફાલ યુદ્ધવિમાનો માટે આંતર સરકારી સ્તરે ડીલ થઈ હતી. પાર્લેએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હું ખુશ છું કે ભારતીય વાયુસેના રફાલ વિમાનોથી સંતુષ્ટ છે અને અમને ગર્વ છે કે કોવિડ-19ની મહામારી છતાં અમે કરાર પ્રમાણે સમય પર 36 યુદ્ધવિમાનોની આપૂર્તિ કરી, આ સિદ્ધિ છે. તેમણે કહ્યું છે કે એક જ પ્રકારના વિમાનોના ઉપયોગ કરવા વાસ્તવિક પરિસંપત્તિ અને શક્તિ છે. હું નિશ્ચિંત છું નવી સંભાવનાઓને અવકાશ છે. જો ભારતની વધારે આવશ્યકતા વ્યક્ત કરવામાં આવશે, તો અમે તેનો જવાબ આપવા તૈયાર છીએ।
ફ્રાંસના સંરક્ષણ મંત્રીએ ભારતીય નૌસેનામાં બીજા વિમાનવાહક યુદ્ધજહાજને સામેલ કરવાની યોજનાને રેખાંકીત કરતા સંકેત આપ્યા કે ફ્રાંસની યુદ્ધજહાજ આધારીત ફાઈટર જેટની આપૂર્તિ કરવામાં રસ છે. તેમણે કહ્યું છે કે અમે જાણીએ છીએ કે વિમાનવાહક યુદ્ધજહાજ જલ્દી સેવામાં હશે, તેના માટે વિમાનોની જરૂરિયાત પડશે. જો ભારત નિર્ણય કરે છે, તો અમે કોઈ રફાલ (સંસ્કરણ) આપાવ માટે તૈયાર છીએ. મહત્વપૂર્ણ છે કે ભારતના સ્વદેશમાં નિર્મિત પહેલા વિમાનવાહક યુદ્ધજહાજ વિક્રાંતને આગામી વર્ષે ઓગસ્ટમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવાની યોજના છે. ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશન દ્વારા નિર્મિત રફાલ યુદ્ધવિમાનની પહેલી ખેપની આપૂર્તિ ગત વર્ષ જુલાઈમાં કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે ફ્રાંસ ભારત સાથે વધુ 36 રફાલ યુદ્ધવિમાની ખરીદી માટે વાટાઘાટો ઈચ્છી રહ્યું છે.

