નવી દિલ્હી
અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં કેન્સરના કેસોની સંખ્યામાં નોધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. શિયાળુ સત્રમાં સંસદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગે આંકડા રજૂ કર્યાં છે કે, છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,530 કેસો નોધાયા હતાં. ટૂંકમાં, ગુજરાતમાં દરરોજ સરેરાશ 100 લોકો કેન્સરના કારણે જાન ગુમાવી રહ્યાં છે.
રાષ્ટ્રીય કેન્સર રજીસ્ટ્રીમાં આંકડા સાથે એવા ચોંકાવનારાં તારણો રજૂ થયા છેકે, ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. છેલ્લાં ત્રણ ૫ વર્ષના આંકડાની જોતા લાગે છે કે, કેન્સરના કેસો સતત વધી રહ્યાં છે. વર્ષ 2018માં કેન્સરના કેસોની સંખ્યા 66,069 હતી.તે વધીને વર્ષ 2019માં કેસોની સંખ્યા 67,801 થઇ હતી. જયારે વર્ષ 2020માં કેન્સરન 69.660 કેસો નોંધાયા હતા. ટૂંકમાં માત્ર ત્રણ વર્ષમાં કેન્સરના 2,03,530 કેસો નોંધાયા હતાં. ગુજરાતમાં કેન્સરને લીધે ત્રણ વર્ષમાં 1,11,931 લોકોના મૃત્યુ થયા છે. વર્ષ 2018માં 36,325 અને વર્ષ 2019માં 37.300 લોકોના મોતનું કારણ કેન્સર રહ્યું હતું. વર્ષ 2020માં કેન્સરને કારણે જ 38,306 લોકોએ જાન ગુમાવ્યા હતાં. નિષ્ણાંતોનું માનવું છે કે, તમાકુ અને દારૂના વધતા જતાં સેવનના કારણે કેન્સરના કેસોમાં વધારો થઇ રહ્યો છે. એટલું જ નહીં, આ વ્યસનના લીધે મોં,ગળા,ફેફસા-લિવરના કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ( તસવીર પ્રતિકાત્મક છે )

