HomeGujaratહળવદમાં સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી રૂ.5 લાખની ઠગાઈ: વેપારીને બનાવટી...

હળવદમાં સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી રૂ.5 લાખની ઠગાઈ: વેપારીને બનાવટી હાર પધરાવી ગઠિયા ફરાર

હળવદ તાલુકામાં સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી રૂ. 5 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. હળવદના સુખપર ગામની સીમમાં રામદેવ હોટલ સામે વેપાન-માવાચાની દુકાન ચલાવતા સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાયે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રાણપુરના વિજય સોમાભાઈ ભાલિયા અને તેના બે અજાણ્યા સાગરિતોએ રેલવેના ખોદકામ દરમિયાન સોનાનો હાર અને ચાંદીના સિક્કા મળ્યાની વાત કરી તેને બજારભાવ કરતાં 40 ટકા ઓછા ભાવે વેચવાની લાલચ આપી હતી. આ બહાને દુકાન અને હાસલપુર ચોકડી નજીક મળી કુલ ₹5 લાખ મેળવી ખોટો સોનાનો હાર આપીને આરોપીઓ ફરાર થઈ જઈ ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી.

ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW