નવી દિલ્હી, શુક્રવાર
ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 8503 કેસ નોંધાયા છે. તેની સાથે જ 7678 લોકોએ 24 કલાકમાં વાઈરસને મ્હાત આપી છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 34105066 લોકો રિકવર થયા છે. માર્ચ-2020 બાદથી અત્યાર સુધીમાં સૌથી વધુ 98.36 ટકા રિકવરી રેટ છે. સક્રિય મામલાની વાત કરીએ, તો આખા દેશમાં 94943 દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. કુલ કોરોનાના કેસના 1 ટકાથી પણ ઓછા એક્ટિવ કેસ છે. જે હાલ 0.27 ટકા પર ટકેલા છે. તે માર્ચ – 2020 બાદથી સૌથી ઓછા છે.
તો ડેલી પોઝિટિવિટી રેટ 0.66 ટકા છે, જે 2 ટકાથી ઓછો છે. તે ગત 67 દિવસોમાં સૌથી ઓછો છે. વીકલી પોઝિટિવિટી રેટ 0.72 ટકા છે, તે ગત 26 દિવસોમાં સતત 1 ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધીમાં 65.32 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં 624ના મોત નોંધાયા છે. તેમાં બેકલોગના ડેટા પણ સામે છે. તેના કારણે મોતનો આંકડો વધ્યો છે. તો ગુરુવારે કોવિડ-19ના 9419 નવા કેસ સામે આવ્યા હતા. ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 94742 થઈ હતી. તેના સિવાય 159 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 23 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સંસદની એક સમિતિને આનાથી સૂચિત કરી છે. સૂત્રો મુજબ, ઓમિક્રોનના સૌથી વધુ 10 કેસ મહારાષ્ટ્રમાં છે, તેના પછી રાજસ્થાનમાં 9 કેસ હોવાનું જણાવવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તર પર ઓમિક્રોનના વેરિએન્ટના 2303 મામલા છે.
તમિલનાડુમાં વિદેશથી આવેલા 13 પ્રવાસીઓ કોરોનાગ્રસ્ત હોવાનું ઉજાગર થયું છે. તેમના આરટી-પીસીઆર સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે બેંગાલુરુ મોકલવામાં આવ્યા છે. દિલ્હીમાં ગુરુવારે કોરોનાન ચેપના 55 નવા કેસ સામે આવ્યા છે અને ગત એક દિવસમાં મહામારીથી કોઈના મોત નીપજ્યા નથી. તેની સાથે ચેપનો દર 0.09 ટકા નોંધાયો છે.

