HomeGujaratમોરબી અને ગારિયાધારની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ 3...

મોરબી અને ગારિયાધારની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ 3 કિશોરોને ઝડપી પાડ્યા

વાંકાનેર સિટી પોલીસે લૂંટના ગુનાની તપાસ દરમિયાન મોટી સફળતા મેળવી છે. ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી.

પોલીસે ચેસીસ નંબર અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે તપાસ કરતા બંને મોટરસાયકલો ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ દરમિયાન કિશોરોએ એક મોટરસાયકલ ગારીયાધર નજીકના ગામમાંથી અને બીજી મોરબીના શનાળા વિસ્તાર પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. તપાસમાં બંને વાહનો અંગે અગાઉ ચોરીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવતા પોલીસે ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW