HomeGujaratઅભિષેકે કહ્યું - હું આજે જે પણ કરી શકું તે ઐશ્વર્યાના કારણે...

અભિષેકે કહ્યું – હું આજે જે પણ કરી શકું તે ઐશ્વર્યાના કારણે જ શક્ય બન્યું

મુંબઈ, રવિવાર

   હાલમાં જ અભિષેક બચ્ચનની એક્ટિંગ કરિયર વિશે વાત કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે તે આજે જે પણ કરી શક્યો છે. જે ઐશ્વર્યાના કારણે જ શક્ય બન્યું છે.અભિષેક બચ્ચન પોતાની ફિલ્મ બોબ બિશ્વાસને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મમાં અભિષેક કિલરના રોલમાં છે.

   છેલ્લા કેટલાક વર્ષોમાં અભિષેક બચ્ચને વિવિધ પ્રકારના રોલ કરીને ચાહકોનું દિલ જીતી લીધું છે. તેથી જ આજકાલ અભિષેક બચ્ચનની દરેક જગ્યાએ ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે, અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનને આ વખાણની હકદાર માને છે.અભિષેક બચ્ચન કહે છે કે તેના અભિનયમાં ઐશ્વર્યા અને આરાધ્યાએ મહત્વની ભૂમિકા ભજવી છે. અભિષેક કહે છે કે પિતા બનવાથી તેને એક જવાબદાર અને વિચારશીલ અભિનેતા બનવામાં મદદ મળી. આજે તે એક અભિનેતા તરીકે ઘણું બધું કરી શક્યો છે તો તે ઐશ્વર્યાના કારણે છે. અભિષેક કહે છે કે તેણે મને લગ્ન પછી કામ કરવાની છૂટ આપી હતી. ઐશ્વર્યાએ કહ્યું કે તમે કામ કરો. હું આરાધ્યાનું ધ્યાન રાખીશ. અભિષેક કહે છે કે ઐશ્વર્યાની જેમ ખબર નહીં કેટલી માતાઓ છે જે પોતાના પતિ માટે આવું કરે છે. આ માટે આપણે આભાર માનવો જોઈએ. આ સાથે જવાબદારી પણ અડધી રીતે વહેંચવી જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,660SubscribersSubscribe

TRENDING NOW