માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવપર ગામના તળાવની પાળ પાસે જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગંજીપત્તાના પાનાં વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે સફળ રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મુસ્તાકભાઈ હાસમભાઈ સુમરા, મશરૂભાઈ સિંધાભાઈ વેસરા, ચંદુભા જિલુભા જાદવ, યુનુસભાઈ અબ્દુલભાઈ રાઉમા અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 11,320નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

