HomeGujaratહળવદના જૂના ઈશનપુરમાં દારૂ-જુગારની ટેવ ધરાવતા પુત્રનો આતંક, પિતાને ધમકી આપી બહેન...

હળવદના જૂના ઈશનપુરમાં દારૂ-જુગારની ટેવ ધરાવતા પુત્રનો આતંક, પિતાને ધમકી આપી બહેન પર લાકડીથી હુમલો

હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણાએ પોતાના દિકરા પરાક્રમ ઉર્ફે પ્રકાશ છનાભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપી પિતાના કહ્યામાં રહેતો ન હતો અને ઘરખર્ચ માટે પૈસા ન આપતાં ઘરેણાં તથા વાહન વેચી નાખવાની તેમજ આપઘાત કરી લેવાની ધમકીઓ આપતો હતો. ઉપરાંત જાહેરમાં અશ્લીલ હરકતો કરી ફરીયાદીને અશ્લીલ શબ્દો બોલતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આ ઉપરાંત આરોપીએ જ્યોતિબેનને લાકડાના ધોકાથી માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW