HomeGujaratઓમિક્રોન ઈફેક્ટ : મુખ્યમંત્રી નિવાસસ્થાને મિટિંગ મળી : તમામ કલેક્ટરોને 20 દિવસમાં આવેલા પ્રવાસીઓના...

ઓમિક્રોન ઈફેક્ટ : મુખ્યમંત્રી નિવાસસ્થાને મિટિંગ મળી : તમામ કલેક્ટરોને 20 દિવસમાં આવેલા પ્રવાસીઓના ટેસ્ટ કરવા આદેશ 

ગાંધીનગર,શનિવાર

   ગુજરાતમાં ઓમિક્રોનનો જામનગરમાં એક કેસ મળી આવ્યા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ચૂકી છે. ઓમિક્રોનને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. જેમાં આરોગ્ય મંત્રી પણ હાજર રહ્ય હતા અને આ બેઠકમાં જિલ્લાના તમામ કલેક્ટરો વચ્ર્યુઅલી જાેડાયા હતા અને 20 દિવસ પહેલાં આવેલા પ્રવાસીઓના ટેસ્ટિંગ કરવા માટે આદેશ અપાયા હતા. ઓમિક્રોનને લઈ આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને ઓમિક્રોન વકરે તો આરોગ્યલક્ષી સેવાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર ઓમિક્રોનને લઈ ચિંતિત છે અને લોકો પણ સાવચેતી રાખે તે માટે પણ સરકારે અપીલ કરી હતી. રાજ્યમાં ઓમિક્રોનની દસ્તકથી લોકોમાં ભયનો માહોલ છે પણ સરકારે અપીલ કરી છે કે, લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. 

  રાજ્યમાં કોરોનાના કેસનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે પણ હવે જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ચૂક્યો છે. વિદેશથી આવેલા અન્ય 87 લોકોને પણ ટ્રેસ કરાયા હતા પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમ છતાં તમામને હોઈ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિદેશથી આવેલા અન્ય પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઓમિક્રોન ઈફેક્ટના કારણે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. રાજ્યમાં ઓમિક્રોનનો વ્યાપ વધે તે કઈ રીતે લડી શકાય અને કેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લાના તમામ કલેક્ટર વચ્ર્યુઅલી જાેડાયા હતા અને તમામ કલેક્ટરોને આદેશ કરાયા છે કે, પોતાના તાબાના જિલ્લામાં 20 દિવસોમાં વિદેશી આવેલા તમામ પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવે. બીજી તરફ રાજ્યના સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પગલા લઈ રહી છે અને સંભવિત મદદ કરી રહી છે, ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી તેની સામે લડવાની જરૂર છે. રાજ્ય સરકાર ચિંતિત છે અને પણ લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. લોકો સાવચેતી રાખે અને સલામતી રાખે એ ઉચિત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW