HomeGujaratઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગોવા સરકારની પહેલ,સબસિડી સાથે 5 વર્ષ માટે...

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ગોવા સરકારની પહેલ,સબસિડી સાથે 5 વર્ષ માટે રોડ ટેક્સમાં છૂટ મળશે

ગોવા,શનિવાર

   ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે શનિવારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગોવા ઇલેક્ટ્રીસિટી ટ્રાન્સપોર્ટ પ્રમોશન પોલિસી-2021 લોન્ચ કરી. સાવંતે અહીં ઈલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ દરમિયાન પોલિસી લોન્ચ કરી હતી. સાવંતે જણાવ્યું હતું કે આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય બેટરી સંચાલિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યના લોકો માટે રોજગારી પેદા કરવાનો છે.

ગોવામાં EVની ખરીદી પર સબસિડી મળશે
   નીતિ હેઠળ આપવામાં આવતા લાભો અંગે ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. ગોવામાં પાંચ વર્ષ માટે નોંધાયેલા તમામ કેટેગરીના ઈ-વાહનો પર રોડ ટેક્સમાં છૂટ આપવામાં આવી રહી છે. સાવંતે કાર્યક્રમ બાદ કહ્યું કે હાઈવે પર દરેક 25 કિમીના અંતરે એક ચાર્જિંગ સ્ટેશન હશે. શહેરમાં ચાર્જિંગ સ્ટેશન હાઈવે કરતા ઓછા અંતરે હશે.જ્યારે તેમને પોલિસી હેઠળ આપવામાં આવતી સબસિડી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “અમારી પોલિસી ટુ, થ્રી અને ફોર વ્હીલર ઈ-વ્હીકલ માટે છે. તે ટુ વ્હીલર્સ માટે 30 ટકા અને થ્રી વ્હીલર માટે 40 ટકા છે. ફોર વ્હીલર માટે અમે ત્રણ લાખ રૂપિયા આપીશું.

10 હજાર લોકોને રોજગાર મળશે
   મુખ્યમંત્રીએ કહ્યું કે આ લાભ લગભગ 400 વાહનોને ‘પહેલા આવો-પહેલા સેવા’ના ધોરણે આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ નીતિ રાજ્યમાં 10,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન કરશે. આ પ્રસંગે ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડે, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત, વિવિધ રાજ્યોના પરિવહન મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તો શું EV એ ભવિષ્યનો એકમાત્ર વિકલ્પ છે ?
   દેશભરમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામાન્ય માણસની કમર તોડી રહ્યા છે. વર્તમાન સમય પર નજર કરીએ તો એવું લાગે છે કે સરકારનું પણ ઈંધણની કિંમતો પર સંપૂર્ણ નિયંત્રણ નથી. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ લોકો પેટ્રોલ-ડીઝલના વાહનો છોડીને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે તો બીજી તરફ સરકાર પણ લોકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ સાથે સરકારો ઈવીની ખરીદી પર સબસિડી અથવા ટેક્સમાં છૂટ આપી રહી છે.

   આજના વર્તમાન યુગમાં ઈલેક્ટ્રીક વાહન માત્ર લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી મુક્તિ અપાવવામાં જ મદદ કરી રહ્યું નથી, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ પોતાનો ભાગ ભજવી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW