HomeGujaratહળવદ GIDCમાં કાર લઈને ધસી આવેલા શખસોનો આતંક: દંપતીને જાનથી મારી નાખવાની...

હળવદ GIDCમાં કાર લઈને ધસી આવેલા શખસોનો આતંક: દંપતીને જાનથી મારી નાખવાની ધમકી, બાઈક પર કાર ચડાવી પતિને કચડી નાખવાનો પ્રયાસ

હળવદ GIDC વિસ્તારમાં પાંચ શખસો ફોરવ્હીલ કાર લઈને ધસી આવ્યા હોવાનો અને મહિલા તથા તેના પતિને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીના પતિના મોટરસાયકલ પર કાર ચડાવી નુકસાન પહોંચાડ્યું હતું અને પતિ પર પણ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ GIDC હનુમાનજી મંદિર પાસે રહેતા પાયલબેન અર્જુનભાઈ સડલીયા (ઉં.વ. 23)એ રફીક કાદર જામ, હારૂન કાસમ, નીઝામ, સમીર રફીક જામ અને સુરેશ પરમાર સહિત પાંચ શખસો વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પાયલબેન પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓ GJ-36-AJ-0820 નંબરની ફોરવ્હીલ કાર લઈને ત્યાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી તથા તેમના સાથીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોતાની કાર ફરિયાદીના પતિના મોટરસાયકલ પર ચડાવી દેતાં બાઈકને નુકસાન થયું હતું.

આ ઉપરાંત, ફરિયાદીના પતિ પર પણ જાણી જોઈને ફોરવ્હીલ કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હળવદ તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,630SubscribersSubscribe

TRENDING NOW