Tuesday, March 18, 2025
HomeBussiness15 ડિસેમ્બરથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

15 ડિસેમ્બરથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

એક લાંબા સમય બાદ હવે ફરીથી નિયમીત રૂપે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે 15 ડિસેમ્બરથી શરતોને આધીન આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને મંજૂરી આપી શકે છે. તો બીજી તરફ કોરોના વાયરસનું સંક્રમણ જે દેશોમાં વધારે ફેલાયેલું છે ત્યાં આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઉડાડવા ઉપર પ્રતિબંધ યથાવત રહેશે. આ પહેલા બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સુત્રોના જણાવ્યા પ્રમાણે લગભગ 14 દેશો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને શરૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. ત્યાં ફરીથી કોરોનાના કેસો વધતા પ્રતિબંધ યથાવત રખાયો છે. પ્રતિબંધિત દેશોની યાદીમાં યુરોપીય સંઘ અને કેટલાક અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. આ દેશોમાં કોરોનાના નવા સંક્રમણના કેસો સામે આવ્યાં છે. સરકાર તરફથી પહેલા જ કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં કોવિડના કારણે ઉડાનો ઉપર લાગેલો પ્રતિબંધ હટાવી લેવાશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ઉડાનોને શરૂ કરતા પહેલા અલગ અલગ દેશોમાં કોરોનાનું જોખમના આધાર ઉપર ત્રણ શ્રેણી બનાવવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ શ્રેણીમાં સામેલ દેશો માટે અલગ અલગ કોવિડ પ્રતિબંધ લાગુ કરાશે.જણાવી દઈએ કે નિર્ધારીત આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર પ્રતિબંધ માર્ચ 2020થી લાગુ છે. હવે સરકાર કોવિડની સ્થિતિને જોતા ધીમે ધીમે ઉડાનો ઉપરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લઈ રહી છે.

આ વચ્ચે પર્યટન ઉદ્યોગ સરકાર ઉપર ઉડાનો ઉપરથી પ્રતિબંધ હટાવવા માટે દબાણ બનાવી રહી છે. પર્યટન ઉદ્યોગે એવા દેશોમાં ફ્લાઈટ શરૂ કરવાની અપીલ કરી છે જ્યાં કોરોના નિયત્રંણમાં છે.

સરકારે પહેલા પર્યન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ પ્લેનથી પર્યટકોને આવવાની મંજૂરી આપી હતી તે બાદ 15 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, યુરોપ અને ઘણા દેશોમાં કોરોનાનું સંક્રમણ ફરી વધતા ફ્લાઈટો શરૂ થઈ શકી ન હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
49,222FollowersFollow
2,630SubscribersSubscribe

TRENDING NOW