શાહરૂખ અને મનીષા કોઈરાલા સ્ટાર ફિલ્મ દિલસેનું હિટ સોંગ ચલ છૈયા છૈયામાં શાહરૂખ ખાન સાથે મલાઈકા અરોરાને કાસ્ટ કરવામાં આવી હતી જોકે નિર્દેશકની પહેલી પસંદ મલાઈકા નહી પણ 90 ના દાયકાની સ્ટાર હિરોઈન શિલ્પા શિરોડકર હતી.જોકે તેના વજન અને ભારે શરીરના કારણે તેને પડતી મુકવામાં આવી હતી

90ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી શિલ્પા શિરોડકર આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકરની બહેન શિલ્પા તેના ફિલ્મી કરીયરની શરુઆત1989માં મિથુન ચક્રવતી અને રેખા સ્ટારર ફિલ્મ ભ્રષ્ટ્રાચારથી કરી હતી. જોકે તેને ઓળખ પહેચાન ફિલ્મથી મળી હતી. તે અનીલ કપૂરની શિલ્પા શિરોડકરની ફિલ્મ કિશન કનૈયા હતી જોકે આ ફિલ્મ બાદ શિલ્પાએ કયારેય પાછું ફરીને જોયું નથી.
શિલ્પા શિરોડકરે પ્રખ્યાત સ્ટાર્સ સાથે એક પછી એક ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ તેની જોડીની સૌથી વધુ પ્રશંસા અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે થઈશિલ્પા શિરોડકરે મિથુન સાથે 9 ફિલ્મોમાં કામ કર્યું હતું અને દરેક ફિલ્મમાં મિથુન અને શિલ્પા શિરોડકરની જોડીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

શિલ્પા શિરોડકરે વર્ષ 2000 સુધી ફિલ્મોમાં કામ કર્યું અને ત્યારબાદ એક્ટિંગમાંથી બ્રેક લીધો. આ પછી તેણે લગભગ 13 વર્ષનો બ્રેક લીધો.ફિલ્મો અને અભિનયમાંથી બ્રેક લીધા પછી, શિલ્પા શિરોડકરે વર્ષ 2013 માં ટીવી દ્વારા પુનરાગમન કર્યું. સિરિયલ ‘એક મુઠ્ઠી આકાશ’માં શિલ્પા શિરોડકરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.