Friday, November 14, 2025
HomeNationalબોર્ડર જામ,વોટથીચોટ નેતાઓની ઘેરાબંધી આંદોલનની રણનીતિ રહી સફળ

બોર્ડર જામ,વોટથીચોટ નેતાઓની ઘેરાબંધી આંદોલનની રણનીતિ રહી સફળ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શુક્રવારે સવારે વિવાદિત ત્રણ કૃષિ કાયદાને આજે પરત ખેચી લેવાની જાહેરાત કરતા દેશના અનેક રાજ્યમાં કાયદાનો વિરોધ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સરકારને બેકફૂટ લાવવાંમાં ખેડૂતો માટે આસાન રસ્તો ન હતો .અલગ અલગ રણનીતિએ ખેડૂતો સફળ બનાવ્યા


1.દિલ્હીની સીમાઓ દોઢ વર્ષ સુધી ઘેરાવ કરાયો
સપ્ટેમ્બર 2020માં કેંદ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાનુન વ્યાપાર અને વાણીજ્ય (સંવર્ધન અને સુવિધા)વિદ્યેયક 2020,મુલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ અનુબંધ વિધેયક 2020 અને આવશ્યક વસ્તુ સંસોધન બીલ 1955 લાવવમાં આવ્યું હતું જોકે આ કૃષિ કાયદાનો વિરોધ નવેમ્બર 2020થી ખેડૂત સંગઠન રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ દિલ્હીના સિંધુ,ટીકરી અને ગાજીપુર બોર્ડર પર ડેરા નાખ્યા હતા. ખેડૂતો પોતાની સાથે રાશન પીવાના પાણીથી લઇ તમામ જરૂરિયાતના સાધન લાવી રસ્તા પર ઉતરી ગયા હતા. ખેડૂતોએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી સરકાર કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી તેઓ સરહદ પર ઉભા રહેશે. ખેડૂતોએ દાવો કર્યો હતો કે વર્ષોથી આંદોલન કરવા માટે તેમની પાસે રેશનની વ્યવસ્થા પણ છે.


2 સોશ્યલ મીડીયામાં પણ ઘેર્યા
દિલ્હીના ઘેરાવથી શરૂ થયેલા આ આંદોલનમાં સોશિયલ મીડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ખેડૂતોના સંગઠનના નેતાઓ ટ્વિટર, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા મીડિયા પર ખૂબ સક્રિય રહ્યા છે.ખેડૂત નેતા રાકેશ ટિકૈત લોકોને આંદોલન સાથે જોડવા માટે ટ્વિટર પર ખૂબ જ સક્રિય દેખાયા આ ઉપરાંત, સંગઠનના સોશિયલ મીડિયા પેજ પર પણ આંદોલન વિશે પોસ્ટ કરવામાં આવ્યું છે.સોશ્યલ મીડિયામાં મહા પંચાયતનું લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યા

૩26 જાન્યુઆરીના રોજ આંદોલન નબળું પડવા લાગ્યા

26 જાન્યુઆરીએ ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ કાઢી હતી. આ દરમિયાન હિંસા થઈ હતી. લાલ કિલ્લા પર પણ ભારે અશાંતિ જોવા મળી હતી. હિંસા બાદ આંદોલન લગભગ ખતમ થવાના આરે આવી ગયા હતા. પરંતુ 29 જાન્યુઆરીએ રાકેશ ટિકૈતના ‘આંસુ’ રંગ લાવ્યા અને આંદોલન ફરી ઊઠ્યું. ટિકૈતના આંસુએ માત્ર ચળવળને સમાપ્ત થતું અટકાવ્યું .ન માત્ર આન્દોલન અટકાવ્યું પણ પોતે પણ ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા અને આંદોલનમાં નવા પ્રાણ ફૂક્યા

4 નેતાઓના ઘેરાવ કરવાનું આયોજન થયા

હરિયાણામાં ખેડૂતોએ નેતાઓને ઘેરી લીધા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના કાર્યક્રમોદરમિયાન ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો.કરનાલમાં પોલીસે ખટ્ટરના કાર્યક્રમમાં લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હરિયાણાના રોહતકના કિલોઈ ગામના એક મંદિરમાં પૂર્વ મંત્રી સહિત ભાજપના તમામ નેતાઓ બાનમાં લીધો હતો. કેટલાક કલાકો બાદ પોલીસ દ્વારા ભાજપના નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
વોટથી ચોટ આપવાનું આયોજન
દેશના બે મુખ્ય રાજ્ય ઉતર પ્રદેશ અને પંજાબમાં અગામી વર્ષોમાં વિધાનસભ ચુંટણી થવાની છે આવા સમયે ખેડૂતોએ એક થઇ જ્યાં સુધી ભાજપ કાયદો ન પરત ખેચે ત્યાં સુધી વોટ ન આપવા અને જે આંદોલનને સપોટ કરે તેનેસપોટ કરવાનું આયોજન ઘડાયું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page