HomeGujaratમોરબી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ; જાણો કયા સેન્ટર પર...

મોરબી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ; જાણો કયા સેન્ટર પર થશે મતગણતરી

મોરબી: મોરબી જિલ્લાની સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના રેકોર્ડ બ્રેક મતદાન બાદ હવે સૌની નજર મતગણતરી પર ટકેલી છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો, વિવિધ તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓ તેમજ મોરબી મહાનગર પાલિકાની વિવિધ બેઠકો માટે પાંચ તાલુકા મથકોએ નક્કી કરાયેલા કેન્દ્રો પર સઘન સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રશાસન દ્વારા ટેબલોની ફાળવણી અને રૂમ નંબર સહિતની વિગતો જાહેર કરી દેવામાં આવી છે.સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરુ થશે.

મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકની ગણતરી અલગ અલગ ત્રણ સ્થળે યોજાશે.જેમાં મોરબી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી ચાલુ મત ગણતરી રૂમ નંબર 02ના બી વિંગ પોલીટેકનિક કોલેજ પર થશે જ્યાં 8 ટેબલ ફાળવ્યા છે. વોર્ડ નંબર પાંચ થી નવ વોર્ડના મતની ગણતરી ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ઘૂટુ રોડમા રૂમ નંબર 101 મા 10 ટેબલ ફાળવાયા છે. વોર્ડ નંબર 10 થી 13 માટે રૂમ નંબર 202 બીબી સેકન્ડ ફ્લોર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 8 ટેબલ પર મતોની ગણતરી થશે. દરેક વોર્ડની મતગણતરીમાં સૌ પ્રથમ બેલેટ પેપર બાદ ઈવીએમના મત ગણવામાં આવશે.

મોરબી જિલ્લા ની ત્રણ નગરપાલિકાની વાત કરીએ

તો ટંકારા નગરપાલિકાની તમામ બોર્ડની મતગણતરી આઈ.ટી.આઈ ખાતે રૂમ નંબર 17 પ્રથમ માળમાં યોજાશે જેમાં ત્રણ ટેબલમાં મતગણતરી થશે

વાંકાનેર નગર પાલિકા ના 6 વોર્ડમાં થયેલા મતદાન ના મતની ગણતરી પણ અમરસિંહ જી હાઈસ્કૂલના રૂમ નંબર 9 ખાતે યોજાશે જેમાં ચાર ટેબલ પર મત ગણતરી થશે.

માળિયા મિયાણા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠક માટે મોટી બરાર મોડેલ સ્કુલ ખાતે મતગણતરી  3 ટેબલ પર મતગણતરી થશે

જિલ્લા પંચાયતની 24 બેઠકોની ગણતરી

જિલ્લા પંચાયતની બેઠકો માટે તાલુકા દીઠ નીચે મુજબના કેન્દ્રો અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

  • મોરબી તાલુકો: ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ (એ-વિંગ, રૂમ નં. 208) ખાતે 10 ટેબલ પર ગણતરી થશે.

  • વાંકાનેર તાલુકો: અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે 10 ટેબલ પર ગણતરી યોજાશે.

  • હળવદ તાલુકો: મોડેલ સ્કૂલ, હળવદ ખાતે 6 ટેબલ પર મતગણતરી થશે.

  • માળીયા (મી.) તાલુકો: મોડેલ સ્કૂલ, મોટી બરાર ખાતે 8 ટેબલ પર 3 બેઠકોની ગણતરી થશે.

  • ટંકારા તાલુકો: આઈ.ટી.આઈ. ટંકારા ખાતે 7 ટેબલ પર 3 બેઠકોની ગણતરી હાથ ધરાશે.

    તાલુકા પંચાયતની બેઠકોનું ગણિત

    તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો માટે પણ અલગ-અલગ હોલ ફાળવવામાં આવ્યા છે:

    • મોરબી (22 બેઠકો): ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ (એ-વિંગ, રૂમ નં. 15) – 10 ટેબલ.

    • વાંકાનેર (24 બેઠકો): અમરસિંહજી હાઇસ્કૂલ (મધ્યસ્થ હોલ) – 10 ટેબલ.

    • હળવદ (તમામ બેઠકો): મોડેલ સ્કૂલ, હળવદ – 7 ટેબલ.

    • ટંકારા (16 બેઠકો): આઈ.ટી.આઈ. ટંકારા (રૂમ નં. 7, ગ્રાઉન્ડ ફ્લોર) – 7 ટેબલ.

    • માળીયા મિયાણા (16 બેઠકો): મોડેલ સ્કૂલ, મોટી બરાર – 10 ટેબલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW