માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મોરબી જિલ્લાના અંદાજે 27 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર 76 કિલોમીટરના વિવિધ રોડ-રસ્તા, રી-સર્ફેસીંગ તેમજ કાચા રસ્તા માંથી પાકા રસ્તા બનાવવાના વિવિધ કામોનું ખાતમૂહુર્ત શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ખાતમૂહુર્ત પ્રસંગે વિવિધ સ્થાનો પર આયોજિત સમારંભમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાઓ 76કિલો મીટરની લંબાઈના 27 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશેતેનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. હાલમાં 19 સ્થળો પર ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે માળીયા તાલુકાની પ્રજાની લાંબાગાળાની માંગણીઓ પૂરી કરી છે. જેથી અહીંના પ્રજાજનોમાં આનંદની લાગણી છે.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઇનું પાણી આપવા માટે વચન આપ્યું હતું જે વચનો પૂર્ણ કર્યા હતા સાથે જ માળિયાની પ્રજાના પ્રશ્નો અંગે સતત સરકાર સમક્ષ રજૂ કરી નવા નવા કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે॰