પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં આ રીતે જ તાલિબાની સજા આપવાની શ્યાહી હજી સૂકાઈ નથી ત્યાં તો પ્રેમપ્રકરણમાં વધુ એક તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. લોકો કાયદો જ પોતાના હાથમાં લઈ રહ્યાં છે અને કોઈની હત્યા કરતા સહેજ પણ અચકાતા નથી. વડોદરામાં પ્રેમી યુવકને સજા આપવાની આ ઘટના કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી જેમાં યુવકનું મોત નિપજ્યું છે.
વડોદરાના પાદરામાં દિકરી સાથે પ્રેમસંબંધની આશંકામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જયેશ રાવળ નામના યુવાનને લોકોએ લાકડી વડે ઢોર માર માર્યો છે. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મૃતક યુવકની માતાએ ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. હાલ યુવકના મારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.હાલમાં પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે મૃતકની માતાની ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડુ પોલીસે ગુનો દાખલ કર્યો છે.