Wednesday, March 26, 2025
HomePoliticsપાટીલે કહ્યું, મારી પાર્ટીના ઘણા લોકો એના મિત્ર છે એના માટે ખાસ...

પાટીલે કહ્યું, મારી પાર્ટીના ઘણા લોકો એના મિત્ર છે એના માટે ખાસ જગ્યા રાખી છે

ગુજરાતના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ મોટી નવા જૂની થવાની હોય એવા એંઘાણ વર્તાય રહ્યા છે. અમરેલીના બાબરિયા ધારમાં આહીર સમાજના સમુહલગ્નનો એક પ્રસંગ યોજાયો હતો. એ સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ નેતા અમરીશ ડેર અંગે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, અમરીશ ડેરને મારે ખખડાવવા છે. એ મારો અધિકાર છે. તેઓ અમારા છે. આ નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસે આ અંગે વળતો જવાબ પણ આપી દીધો છે.

કોંગ્રેસે એવું જણાવ્યું કે, સત્તા પર બેઠેલા લોકોને ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ ગમતા નથી. ભાજપ હંમેશા કોંગ્રેસમાંથી લોકોને લઈ જવાના પ્રયત્નો કરે છે. બાબરિયામાં પ્રદેશ અધ્યક્ષે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, મારી પાર્ટીના ઘણા લોકો એના ખાસ મિત્ર છે. એમનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. બસમાં જવાનું હોય ત્યારે રૂમાલ મૂકીને જગ્યા રોકી લઈએ છીએ કેમ. અમે તેમની માટે ખાસ જગ્યા રાખી છે. આ પહેલા પણ પાટીલની જીભ આ જ વિષય પર લપસી હતી. તેમણે કોંગ્રેના ઘારાસભ્ય અમરીશ ડેરને ખેર કહ્યા હતા. પછી કહ્યું હતું કે, થોડી થોડી ભૂલ થઈ જાય.

એવું કહીને રમૂજ કરી નાંખી હતી. અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપના સંગઠનથી, નેતાથી આજે પ્રજા વચ્ચે જઈને મત માગી શકાય એમ નથી. કોરોના વાયરસની બીજી વેવ બાદ લોકો એમને સ્વીકારે એવી સ્થિતિ નથી. જેના કારણે આવી વાહિયાત વાતો કરે છે. અમરીશ ડેર અમારા સાથી છે. કોંગ્રેસના નેતા છે. ગુજરાત રાજ્ય સરકારના ઊર્જા મંત્રી મુકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર સાથે એક ખાસ મુલાકાત કરી હતી. આ મુદ્દો ચર્ચાનો વિષય બની રહ્યો છે. પાટીલે જાહેર કાર્યક્રમમાં જ ડેરને ભાજપમાં આવવા માટે આંમંત્રિત કરી દીધા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW