બોલિવૂડની એક્ટ્રેસ નોરા ફતેહી સમયાંતરે પોતાના હોટ ફોટો, આઉટફીટ અને ડાન્સને કારણે સતત ચર્ચામાં રહે છે.પણ તાજેતરમાં એનું નવું સોંગ ‘કુસુ કુસુ’ રીલિઝ થતા એના ડાન્સમુવ્ઝને કારણે તે ચર્ચામાં છે. ફિલ્મ ‘સત્યમેવ-2’માં એનો ડાન્સ ફરી ફેન્સને પસંદ પડી રહ્યો છે. આ સોંગ સોશિયલ મીડિયા પર ખૂબ જોરશોરથી વાયરલ થઈ રહ્યું છે. આ સોંગમાં તે બેલે ડાન્સ કરી રહી છે. એના મુવ્ઝને કારણે અનેક ફેન્સ એના વખાણ કરી રહ્યા છે.
પણ આ ગીતના શુટિંગ વખતે નોરા સાથે જે થયું એને તે ક્યારેય ભૂલી શકશે નહીં. તાજેતરમાં એક ઈવેન્ટમાં જ્યારે એને આ ગીતના શુટિંગનો અનુભવ પૂછવામાં આવ્યો ત્યારે તેને દિલ ખોલીને વાત કહી હતી. તેણે કહ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, મારી સાથે આવું થશે. આ ગીત જોવામાં ભલે મજા આવતી હોય અને શાનદાર રહ્યું હોય પણ આ ગીત પાછળની સ્ટોરી પણ ભયાનક છે. કારણ કે, નોરા કહે છે કે, કોઈએ ગળામાં દોરડું બાંધીને મને ઘસેડી હોય એવી એ ફીલિંગ્સ હતી. નોરાએ કહ્યું કે, જ્યારે તમે આ પ્રકારના ડાન્સનું શુટિંગ કરો છો ત્યારે નાની મોટી ઈજાઓ તો થતી રહે છે.
જેમ કે શરીર પર ક્યાંય સ્ક્રેચ પડવા. ઊઘાડા પગ હોય તો લોહી નીકળવા. પણ મારી સાથે આ ગીતના સેટ પર થયું એ સૌથી ખરાબ અનુભવ હતો. મેં પહેરેલો હાર વજનને કારણે ખૂબ જ ટાઈટ બાંધવામાં આવ્યો હતો. હું સતત ડાન્સ કરતી હતી. જેના કારણે મારા ગળામાં સ્ક્રેચ પડી ગયા હતા. જ્યારે ગીત પૂર્ણ થયું ત્યારે મેં જોયું તો ગળા પર ઘા વાગ્યા હોય એવું થઈ ગયું હતું. મને તો એવું લાગ્યું કે, કોઈએ મારા ગળામાં દરોડું બાંધીને ગળું દબાવી દીધું હોય. પછી જમીન પર ઢસડી હોય. પણ શુટિંગ માટેનો સમય સિમિત હતો તેથી મેં ગમે તેમ કરીને શુટિંગ પૂર્ણ કર્યું. પછી જ બ્રેક લીધો.