HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2.99 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો સામે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 2.99 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો સામે ગુનો દાખલ

મોરબી શહેર એ-ડિવિઝન પોલીસને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે, કબીર ટેકરી, શેરી નં. 2, મફતીયા પારા સ્થિત ચાનીયા જમાતખાના નજીક આવેલા એક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ મકાન સાહિલ સિદ્દીકભાઈ ચાનીયા (રહે. વાઘપરા શેરી નં. 12, મોરબી)ના કબ્જા-ભોગવટામાં હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા (રહે. પરસોત્તમ ચોક, કાલિકા પ્લોટ, મોરબી) પણ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.

મળેલી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી મળી આવ્યા ન હતા, પરંતુ મકાનની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 750 એમએલની 295 બોટલ તથા 180 એમએલની 40 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 2,99,353.46 કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે સાહિલ સિદ્દીકભાઈ ચાનીયા અને જયદીપસિંહ મહોબતસિંહ ઝાલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,430SubscribersSubscribe

TRENDING NOW